WhatsApp Web પર કેવી રીતે લોગીન કરવું?

જો તમે સોશિયલ મીડિયા યુઝર છો, તો તમે કદાચ WhatsApp Web વિશે સાંભળ્યું હશે.

અહીં અમે તમને જણાવીશું કે WhatsApp વેબ પર કેવી રીતે Login કરવું.

તમારા મોબાઇલ ફોન પર WhatsApp એપ ખોલો અને "Settings" પર જાઓ, પછી "Linked Devices" પર ટેપ કરો.

તમને "Link a device" નો વિકલ્પ દેખાશે.

તેને પસંદ કરો અને તમારા ડેસ્કટોપ કે લેપટોપના વેબ બ્રાઉઝરમાં https://web.whatsapp.com ની મુલાકાત લો.

ત્યાં તમને એક QR કોડ દેખાશે જે તમારે તમારા મોબાઈલ ફોનમાં સ્કેન કરવાનો રહેશે.

QR કોડ સ્કેન કર્યા પછી, તમારા કમ્પ્યુટર પર WhatsApp Web શરૂ થશે.

WhatsApp વેબનો ઉપયોગ કરવા માટે, તમારા મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ કનેક્શનની જરૂર છે.

આ રીતે, તમે સરળતાથી WhatsApp વેબ પર લૉગિન કરી શકો છો અને અન્ય વપરાશકર્તાઓ સાથે ચેટ કરી શકો છો.