મોબાઇલમાં IP રેટિંગ શું હોય છે?

આપણા મોબાઈલ ફોનની વોટરપ્રૂફ ક્ષમતા કેટલી છે? તે તમે IP Rating પરથી જાણી શકો છો.

જ્યારે આપણે વોટરપ્રૂફ મોબાઈલ ફોન ખરીદીએ છીએ, ત્યારે આપણે IP Rating વિશે જાણવું જોઈએ.

IP રેટિંગનો ઉપયોગ વોટરપ્રૂફ સુરક્ષા માપવા માટે થાય છે.

IP રેટિંગમાં "IP" શબ્દનો અર્થ "Ingress Protection" છે.

"ઇંગ્રેસ પ્રોટેક્શન" નો અનુવાદ "પ્રવેશ સુરક્ષા" થાય છે.

IP રેટિંગ બે અંકોથી બનેલું હોય છે.

પ્રથમ અંક જણાવે છે કે ફોન કેટલી ધૂળના સંપર્કથી સુરક્ષિત છે, જ્યારે બીજો અંક જણાવે છે કે ફોન પાણીના સંપર્કમાં સુરક્ષિત છે કે નહીં.

જો તમને પાણી અને ધૂળના સંપર્કમાં સુરક્ષાની વધુ ચિંતા છે, તો IP રેટિંગ તપાસો.

ઉચ્ચ IP રેટિંગ ધરાવતા મોબાઈલ વધુ સુરક્ષા આપશે.