Systematic Investment Plan (SIP) એ મ્યુચ્યુઅલ ફંડ્સનું રોકાણ માધ્યમ છે જેના દ્વારા વ્યક્તિ નિયમિત અંતરાલ પર મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં ચોક્કસ રકમનું રોકાણ કરી શકે છે.
આ હપ્તો દર મહિને રૂ. 500 ની નજીવી રકમ પણ હોઈ શકે છે, જે Recurring Deposit જેમ જ છે.
આ રકમ દર મહિને તમારા બેંક ખાતામાંથી ડેબિટ (ઉપાડ) કરવામાં આવે છે.
SIP ભારતીય મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોમાં ખૂબ જ લોકપ્રિય બની છે.
કારણ કે તે રોકાણકારને બજારના ઉતાર-ચઢાવની ચિંતાથી દૂર રાખીને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવામાં મદદ કરે છે.
લાંબા ગાળાના રોકાણ માટે, મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઓફર કરવામાં આવતી SIP એ રોકાણની દુનિયામાં પગ મૂકવાની શ્રેષ્ઠ અને સરળ રીત છે.
રોકાણમાંથી મહત્તમ અને શ્રેષ્ઠ વળતર મેળવવા માટે, તમે લાંબા સમય માટે રોકાણ કરો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જેનો સીધો અર્થ એ છે કે તમે શક્ય તેટલી વહેલી તકે રોકાણ કરવાનું શરૂ કરો જેથી કરીને તમારો લક્ષિત નફો મહત્તમ થઈ શકે.
તમે SIP અથવા Lumsum દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.