bye bye social media

Social Media ની માયાજાળમાંથી કેવી રીતે બહાર નીકળવું?

Social Media નો પરિચય

Social Media ની શરૂઆત તો લોકોને એકબીજા સાથે જોડાયેલા રાખવા માટે થઈ હતી. જેમકે Facebook, WhatsApp, Instagram, TikTok વગેરે. આ ઉપરાંત ઘણા બધા Platforms ને આપણે Social Media ની Category માં ગણી શકીએ છીએ. આ બધા નેટવર્કનો ઉપયોગ કરીને આપણે પરિવાર સાથે જોડાયેલા રહીએ છીએ અથવા તો આખી દુનિયા સાથે જોડાયેલા રહીએ છીએ. પરંતુ જો તે તમારી આદત બની જાય તો શું કરવું? જો Social Media જ તમારા પર Control કરવા લાગે તો શું કરવું? અજીબ લાગ્યું !!! તો અહીંયા આ જ વાતને બારીકાઇથી સમજાવવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે તમે તેને Seriously લો અને તમારા બાળકોને પણ આ માયાજાળમાંથી બહાર કાઢો.

Infinite Scroll

1લી ફેબ્રુઆરી 1984ના રોજ કેલિફોર્નિયા, યુએસએમાં જન્મેલા અઝા રાસ્કિનએ Infinite Scroll ની “મહાન” શોધ કરી હતી. સમગ્ર વિશ્વને Infinite Scroll ના વ્યસની બનાવીને, તેમણે 2017 માં સેન્ટર ફોર હ્યુમન ટેક્નોલોજીની સ્થાપના કરી જે nonprofit Earth Species Project છે. તમે TikTok, YouTube Shorts, Instagram Reels જેવા ઘણા પ્લેટફોર્મ પર Infinite Scroll નો આનંદ માણી શકશો. જ્યાં સુધી તમે તેને છોડો નહીં ત્યાં સુધી આ મજા ક્યારેય સમાપ્ત થતી નથી. આ આદતને લીધે, ઘણા લોકો તેમનો ઘણો સમય સ્ક્રોલ કરવામાં વિતાવે છે.

Social Media પર Fake News કેવી રીતે ફેલાય છે?

WhatsApp જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, લોકો કોઈપણ નકલી સમાચારને પરીક્ષણ કર્યા વિના તોફાનની જેમ ફેલાવે છે. મોટાભાગના લોકોને ખબર પણ નથી હોતી કે આ સમાચાર સાચા છે કે ખોટા. ક્યારેક ધર્મના નામે તો ક્યારેક જાતિના નામે, ક્યારેક કોઈ રાજકીય પક્ષને નિશાન બનાવે છે તો ક્યારેક કોઈ સેલિબ્રિટીને નિશાન બનાવે છે. સોશિયલ મીડિયા પર આ ફેક ન્યૂઝના કારણે એક વખત લોકોએ એક નિર્દોષ વ્યક્તિને જાહેરમાં મારી નાખેલ.

ક્યારેક કોઈ સેલિબ્રિટીના મૃત્યુના ખોટા સમાચાર આગની જેમ ફેલાવી દેવામાં આવે છે. આ બધું વાંચ્યા પછી, જો તમને પણ એવું લાગે કે તમે પણ જાણ્યા વિના કેટલાક ફેક ન્યૂઝ ફોરવર્ડ કરવામાં સામેલ હતા, તો તમે કલ્પના પણ નહીં કરી શકો કે ભૂલથી ફોરવર્ડ કરાયેલો મેસેજ ઘણા લોકોને ગુમરાહ કરી શકે છે. આ કરતા પહેલા, તમારે કોઈપણ સમાચાર ચેનલ અથવા અખબારની સત્તાવાર વેબસાઇટ અથવા સત્તાવાર YouTube ચેનલ પર ચકાસણી કરવી જોઈએ.

આજના યુવા પેઢીમાં આત્મહત્યા અને હત્યાના સતત વધતા કેસો

લોકોમાં સારી ટેવ કેળવવા માટે ફેસબુકમાં લાઈક બટનની શોધ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આપણે એકબીજાના Photos કે Videos ને Like કરવામાં આનંદ અનુભવીએ છીએ અને સામેની ‘પાર્ટી’ને પણ એટલો જ આનંદ મળે છે. પરંતુ જ્યારે તમને જોઈતી Likes ન મળે ત્યારે આત્મહત્યા જેવું પગલું ભરવું કેટલું તાર્કિક છે? તે આજકાલ થઈ રહ્યું છે. લોકોને તેમની Likes વારંવાર જોવાની આદત પડી ગઈ છે. જરા વિચારો કે આપણે આપણી વાસ્તવિક દુનિયા કરતાં વર્ચ્યુઅલ દુનિયાને કેટલું વધુ મહત્વ આપવાનું શરૂ કર્યું છે. તમારા પરિવારથી વધુ Likes તમને કોઈ આપી શકે નહીં. Virtual World માંથી બહાર આવીને આપણે વાસ્તવિક દુનિયા સાથે નિકટતા વધારવાની જરૂર છે. જે આજકાલ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે.

બાળકોએ PUBG જેવી ગેમ રમવા ન દેવા માટે તેમના માતા-પિતાને મારવાનું શરૂ કરી દીધું છે. આ કેવી ક્રૂરતા છે? વિચાર આટલી હદે નબળાં કેવી રીતે પડી શકે? આને અટકાવવાનું કામ આપણું જ છે. કોઈ અન્ય આવીને આપણને સમજાવી શકે તેમ નથી. આમ પણ Indoor Games રમવાથી તમારું શરીર ફિટ નથી થઈ શકતું. આ માટે Outdoor Games રમવી પડશે. પરંતુ આઉટડોર ગેમ્સ રમવા માટે જે Stamina જરૂરી છે, તે બાળકોએ પોતાના મોબાઈલમાં જ ગુમાવી દીધી છે.

તમારા મગજ પર થઈ રહેલ Social Media નો કબજો

તમે તમારા મોબાઇલ પર કોઈ Notification જોયા વિના કેટલો સમય રહી શકો છો? એકવાર આને અજમાવી જુઓ. મોટાભાગના લોકો તેમના મોબાઈલને અનલોક કર્યા વિના ભાગ્યે જ 15 મિનિટથી વધુ રહી શકતા હશે. દરેક સાથે આવું કેમ થાય છે? શું તમારા કોઈ સંબંધીને કોઈ ઈમરજન્સી હશે ત્યારે તેઓ તમને મેસેજ કરશે કે સીધો ફોન જ કરશે? જો કે દરેક વખતે તમે માત્ર મેસેજ જોવા માટે તમારો ફોન અનલોક નહીં કરતા હોય. ક્યારેક તમારે તમારા Facebook કે Instagram ના Likes પણ જોવાના હોય છે. જો તમે યુટ્યુબર છો તો તમારે વ્યૂઝ પણ જોવાના હોય છે. શું આ એટલું મહત્વનું કામ છે કે હવે આદત બની ગઈ છે? જો તમારે જોવું જ હોય, તો તમે તેને દિવસમાં એકવાર પણ જોઈ શકો છો.

મોટાભાગે દરેક વ્યક્તિ સાથે એવું બને છે કે જે કામ માટે ફોન અનલૉક કરેલો છે તે કામ ભૂલીને, તમે બીજું કે ત્રીજું કાર્ય પૂર્ણ કર્યા પછી સ્ક્રીનની બહાર આવો છો. સારું, તો હવે કહો કે તમે મોબાઈલ ચલાવો છો કે તે તમને ચલાવે છે? અલબત્ત તમારો મોબાઈલ તમને ચલાવી રહ્યો છે. કારણ કે તમારી બધી એપ્લીકેશન એ જ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી કરીને તમે તેમાં તમારો મહત્તમ સમય આપી શકો.

બધી કંપનીને પોતાના Business થી મતલબ

તમને એ જ બતાવવામાં આવે છે જે તમે જોવા માંગો છો. જો તમે કોઈ Shopping App જેવી કે FlipKart, Amazon, Myntra વગેરેમાં કંઈક Search કરતા હશો તો ત્યારપછી તમને એ જ Product ની Ad દરેક જગ્યાએ બતાવવામાં આવશે. શું તમે ક્યારેય આ બાબત ધ્યાનમાં લીધી છે? આ બધી જાહેરાતો તમને YouTube, Websites અથવા કોઈ App નો ઉપયોગ કરતી વખતે વચ્ચે આવ્યા કરે છે. આ કેવી રીતે થાય છે? કારણ કે તમારી બધી Activities નું નિરીક્ષણ કરવામાં આવે છે. હા, તમારો Data હંમેશા Track થતો રહે છે.

દરેક કંપનીનું Business Model જ એવું છે, જેમાં લોકોને વધુમાં વધુ સમય પોતાની Screen પર કેવી રીતે રાખવા એ વાત પર જ ધ્યાન આપવામાં આવે છે. જેમ કે તમે YouTube પર રેસીપી શોધી રહ્યાં છો અને તો તમને તેનાથી સંબંધિત જાહેરાતો મળશે. જો તમે Google પર Search કરશો “How to lose weight fast” તો તમને તેનાથી સબંધિત Ads થી ઘેરી લેવામાં આવશે અને એવા જ Videos તમને YouTube ના Home Screen પર આપવામાં આવશે.

તમે વિચારતા હશો કે આ બધું તો Free છે અને તમને તો આ Internet રોજબરોજનાં જીવનને સહેલું બનાવવામાં મદદ કરી રહ્યું છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. અહીં તમે તમારો મૂલ્યવાન સમય આપી રહ્યા છો અને તે લોકો તમારા દ્વારા ફક્ત તેમનો Business જ કરે છે.

આપણે હવે શું કરવું જોઈએ?

  • જો તમારી પાસે Android ફોન હોય તો Setting માં જઈને Digital Wellbeing ને Open કરીને જુઓ કે તમે આજે કેટલો સમય Mobile ને આપી દીધો છે. અહીં તમે સમગ્ર મહિનાનો Data જોઈને નક્કી કરી શકો છો કે તમને Phone ની આદત પડી ગઈ છે કે હજી પણ થોડો સમય બાકી છે.
  • જે પણ Apps તમારા ફોનમાં ફક્ત Timepass માટે રાખી છે તેને તરત Remove કરો અને તેટલો સમય તમે તમારા પરિવારને આપી શકો છો.
  • Infinite Scroll થનાર દરેક Apps તમારો સમય વેડફી રહી છે, તે બધી જ App ને Uninstall કરો.
  • અઠવાડિયામાં એક દિવસ તમારા Mobile ને Switch Off કરીને બહારની સુંદર દુનિયાનો આનંદ માણો.
  • તમારા Mobile ના બધા Notification ને Off કરો અને જ્યારે જરૂર હોય ત્યારે જ જોવાની આદત બનાવો.
  • YouTube ના Recommendation ને Ignore કરીને પોતાની રીતે જ Search કરો.
  • દિવસના બધા News તમને Television કે Newspaper માંથી આમેય મળી જતા હોય છે, વારંવાર કોઈ App ને જોઈને Update રહેવાની જરૂર જ નથી. કોઈ ખાસ News હશે તો આપમેળે જ તમારી પાસે આવી જશે.

FAQs

Infinite Scroll થનાર અમુક Apps નું નામ શું છે?

TikTok, YouTube Shorts, Instagram Reels વગેરે.

Fake News કેવીરીતે ફેલાઈ છે?

Social Media Platform પર લોકો કોઈપણ નકલી સમાચારને પરીક્ષણ કર્યા વિના તોફાનની જેમ ફેલાવે છે.

આજકાલ બાળકો Outdoor Games કેમ રમતાં નથી?

આઉટડોર ગેમ્સ રમવા માટે જે Stamina જરૂરી છે, તે બાળકોએ પોતાના મોબાઈલમાં જ ગુમાવી દીધી છે.

લોકો Mobile ની Screen પર કેમ વધુ સમય વિતાવે છે?

કારણ કે તમારી બધી એપ્લીકેશન એ જ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી કરીને તમે તેમાં તમારો મહત્તમ સમય આપી શકો.

Digital Wellbeing શું છે?

અહીં તમે સમગ્ર મહિનાનો Data જોઈને નક્કી કરી શકો છો કે તમને Phone ની આદત પડી ગઈ છે કે હજી પણ થોડો સમય બાકી છે.

error: Content is protected, Please Bookmark This Page !!