Tag Cloud નો ઉપયોગ કેવી રીતે કરવો?

WordPress માં Tag Cloud નો ઉપયોગ કેવી રીતે કરવો?

પરિચય

Tag શબ્દને લઈને લોકોમાં હજીપણ ઘણી બધી ગેરસમજ રહેલી છે. વેબસાઈટ પર લખેલા દરેક લેખમાં જેટલા જરૂરી મુદ્દા આવરી લેવાયા હોય તેને Tag માં Highlight કરેલા હોય છે. આ જ કારણ થી જયારે તમે સર્ચ એન્જિનમાં જે સર્ચ કરો છો તે Tag માં દર્શાવાયેલ મુદ્દા તરફ પહોંચાડી દે છે. તમારી વેબસાઈટમાં સૌથી વધુ લોકપ્રિય થનાર Top 100 Tag ના સમૂહને WordPress માં Tag Cloud દ્વારા દર્શાવવામાં આવે છે.

Tag અને Tag Cloud ને અલગ સમજવા. Tag એ વેબસાઈટ પર લખેલા સમગ્ર લેખમાંથી તારવેલું માખણ છે, એટલે શક્ય હોય તો જાતે જ લખવાનો આગ્રહ રાખવો. Tag Cloud એ વર્ડપ્રેસ પોતે જ તૈયાર કરીને આપે છે. ટેગ ક્લાઉડ દ્વારા સર્જાતા દરેક શબ્દો તમારી Website ના મુલાકાતીને વધુ સમય માટે વાંચવા મજબુર કરે છે.

Tag Cloud ને કેવીરીતે ઉમેરશો?

વર્ડપ્રેસમાં ટેગ ક્લાઉડ ઉમેરવાની બે અલગ-અલગ રીતો છે. જેમાં એક રીત કદાચ તમારા માટે જાણીતી હશે. કારણકે તેનો ઉપયોગ અવાર નવાર કરવાનો થતો હોય છે. વેબસાઈટમાં લખતી વખતે Heading, Table, Separator, Columns, Buttons વગેરે નો ઉપયોગ કરેલ છે કે નહિ? જ્યાંથી તમે આ બધું Insert કરો છો ત્યાંથી જ આ Tag Cloud મળી જશે. વધુ સરળતાથી શોધવું હોય તો તમે તે લિસ્ટની ઉપર રહેલા Search Bar માં Type પણ કરી શકો છો.

હવે બીજી રીત પણ જાણી લઈએ. જે સાવ શૉર્ટકટ છે. તમારે ફક્ત નવી Line શરૂ કરીને “/tag” લખવાનું છે. ત્યારપછી Enter દબાવીને કંકુ ચોખા વગર જ વધાવી લેવાનું છે. વર્ડપ્રેસમાં આવા ઘણા બધા શોર્ટકટ્સ છે. Keyboard સાથે પહેલેથી જ સારા સબંધ વિકસાવ્યા હોય તો વર્ડપ્રેસમાં ઘણા કામ સહેલાઈથી થઈ શકે તેમ છે.

એક નજર Tag Cloud ના Settings પર

ટેગ ક્લાઉડ ને Insert કર્યા પછી તમે તેના Block ને તમારી પસંદગી મુજબ Customize કરી શકો છો. અહીંયા આપણે તેનો થોડોક પરિચય મેળવીએ. Tag Cloud ને Insert કર્યા પછી જમણી બાજુ આ Block માટેના ઘણા સેટિંગ્સ જોવા મળશે.

  • Tag ની Default Style માં તમે ફેરફાર કરીને Outline મૂકી શકો છો.
  • Taxonomy ના સેટિંગ્સમાં તમે ટેગ ક્લાઉડ માં શુ દર્શાવવા માંગો છો તે Select કરી શકો છો. જેમકે Tags અથવા Categories આ બે વિકલ્પ મળે છે.
  • Tags અથવા Categories માં ઉપયોગમાં લેવાયેલ Keyword પર આધારિત કુલ કેટલા આર્ટિકલ્સ અથવા પોસ્ટ છે, તે પણ કૌંસમાં દર્શાવી શકાય છે. આ માટે “show post count” નો વિકલ્પ મળે છે.
  • વધુ માં વધુ 100 Tags ને તમે Show કરી શકો છો.
  • નાના અને મોટા Tags ની સાઈઝ કેટલી રાખવી છે, તે વિકલ્પ પણ મળે છે.

આ રીતે ટેગ ક્લાઉડનો ઉપયોગ કરીને તમે વેબસાઈટ પર ભરપૂર ટ્રાફિક લાવી શકો છો. વર્ડપ્રેસમાં આવા ઘણા બધા ઉપયોગી ખજાના છુપાયેલા છે, જે શીખવા અને ઉપયોગમાં લેવા ખુબ જ સરળ છે. અમારી વેબસાઈટ પર આવી જ ઘણી બધી માહિતી આપેલી છે એટલે જયારે પણ ફુરસદ મળે ત્યારે અચૂક મુલાકાત લેવી.

FAQs

Tag Cloud શું છે?

વેબસાઈટમાં લખેલા દરેક આર્ટિકલ્સને Tags મુજબ અલગ તારવવામાં ખુબ જ ઉપયોગી Tool છે.

શું વેબસાઈટ પર Tag જરૂરી છે?

હા બિલકુલ જરૂરી છે. Tags ના કારણે જ આપણે Google માં સર્ચ કરીને જરૂરી માહિતી સુધી પહોંચીયે છીએ.

Tag Cloud અને Word Cloud બંનેમાં શું તફાવત છે?

Tag Cloud ને Word Cloud પણ કહેવાય છે. બંનેમાં કોઈ ફરક નથી.

error: Content is protected, Please Bookmark This Page !!