WeTransfer થી 2 GB સુધીની ફાઈલ ઓનલાઈન મોકલો

WeTransfer થી 2 GB સુધીની ફાઈલ ઓનલાઈન મોકલો

પરિચય

સામાન્ય રીતે આપણે નાની સાઈઝની ફાઇલો જેવી કે ડોક્યુમેંટ્સ, ફોટો કે વીડિયો ની આપલે કરવા માટે વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ ફાઈલની સાઈઝ થોડી મોટી હોય ત્યારે આપણે થોડી મુશ્કેલી પડે છે. ઈમેલ દ્વારા પણ આપણે અમુક મર્યાદિત સાઈઝની ફાઈલો જ મોકલી શકીએ છીએ. તો ચાલો જાણીએ 2 GB સુધીની ફાઈલ કેવી રીતે આસાનીથી ઓનલાઈન મોકલી શકાય છે અને તે પણ બિલકુલ મફત.

આ વેબસાઇટની શરૂઆત 2009 માં Bas Beerens અને Nalden દ્વારા થયેલ છે. વેબસાઈટનું નામ છે WeTransfer. ફાઈલ ટ્રાન્સફર ઉપરાંત કંપનીની બીજી પણ Products છે. જેમાં Paste, Collect અને Paper નો સમાવેશ થાય છે. આ કંપની કલાકારો અને સર્જનાત્મક કાર્ય માટે જાગૃતિ લાવવા માટે તેની જાહેરાતનો 30 % ભાગ દાન કરે છે.

કંપની પાસે મહિનાનાં સરેરાશ 80 લાખથી વધુ Active Users અને 350 થી વધુ Employees છે. 2012 માં કંપની એ WeTransfer Plus નામથી પ્રીમિયમ સર્વિસની શરૂઆત કરી જેને 2019 માં WeTransfer Pro નામ આપવામાં આવ્યું.

WeTransfer થી 2 GB સુધીની ફાઈલ કઈ રીતે મોકલશો?

WeTransfer થી તમે 2 GB સુધીની ફાઈલ બિલકુલ ફ્રી મોકલી શકો છો. Sign Up ની પણ જરૂર રહેતી નથી. Step by Step બધી માહિતી નીચે આપેલી છે.

  • સૌપ્રથમ વેબસાઈટ Open કરો.
  • File કે Folder મોકલવા માટે બે રીત છે. જેમાં Email Transfer અને Transfer Link સામેલ છે. Email Transfer કરવા માટે તમારા અને સામે વાળાના Email એડ્રેસની જરૂર પડશે. Transfer Link થી મોકલવા માટે તમારે કોઈ પણ વ્યક્તિગત માહિતીની જરૂર રહેતી નથી.
  • ઉપર બતાવેલી કોઈ પણ રીત પસંદ કરીને તમારે ફક્ત તમારી File કે Folder ને Upload કરી દેવાનું છે.
  • Title માં File કે Folder ની પ્રાથમિક માહિતી લખી શકાય.
  • Message માં File કે Folder ની વિસ્તૃત માહિતી લખી શકો જેથી મેળવનાર માટે સરળતા રહે.
  • હવે Transfer નું બટન દબાવતા જ File કે Folder રવાના થઈ જશે.
  • તમે મોકલેલ File કે Folder ને મેળવનાર વ્યક્તિ વધુ માં વધુ 7 દિવસમાં Download કરી શકે છે.

અહીં દર્શાવેલ માહિતી ફ્રી Users માટે છે. જો તમે 2 GB થી વધુ મોટી Size માં File કે Folder મોકલવા ઈચ્છો તો WeTransfer નો Pro Plan ખરીદી શકો છો.

WeTransfer થી મેળવેલી ફાઈલ કઈ રીતે Download કરશો?

જો તમે WeTransfer થી કોઈ ફાઈલ Receive કરો છો તો તેને Download કરવા માટે આ વેબસાઈટમાં તમારું એકાઉન્ટ હોવું બિલકુલ જરૂરી નથી. તમે એકાઉન્ટ વગર જ મેળવેલી ફાઈલને ડાઉનલોડ કરી શકો છો. Step by Step બધી માહિતી નીચે આપેલી છે.

  • ફાઈલને Download કરવા માટે સૌપ્રથમ તમારા Mail એકાઉન્ટમાં Login કરો.
  • તમને WeTransfer તરફથી એક ઇમેઇલ Receive થયો હશે.
  • આ ઇમેઇલ ને Open કરો.
  • જો મોકલનારે ફાઈલ અંગેની કોઈ માહિતી લખી હશે તો મેઈલમાં જોવા મળશે.
  • Mail માં આપેલ Download Link પર જશો એટલે તરત જ તમને WeTransfer ની વેબસાઈટમાં લઈ જવાશે.
  • ફાઈલને ડાઉનલોડ કરતા પેહલા Preview પણ જોઈ શકશો.
  • ખાતરી કરી લીધા પછી કોઈ એક ફાઈલ અથવા બધી જ ફાઈલો એકસાથે Download કરી શકો છો.
  • File કે Folder ને મેળવનાર વ્યક્તિ વધુ માં વધુ 7 દિવસમાં Download કરી શકે છે.

અગાઉ નોંધ્યું તેમ ફાઈલ મોકલનાર જો Free User હોઈ તો 2 GB સુધીની ફાઈલ જ મોકલી શકે છે. પરંતુ આ લિમિટ ફાઈલ મેળવનાર માટે નથી. એટલે કે ફાઈલ મેળવનાર 200 GB ની ફાઈલ હોય તો પણ એકાઉન્ટ વગર જ તેને ડાઉનલોડ કરી શકે છે.

WeTransfer ના Paid Plan પર મળતા વધારાના Features

Paid પ્લાન્સ હાલમાં 2 પ્રકારના છે. જેમાં Pro અને Premium નો સમાવેશ થાય છે. આ બંને પ્લાન્સને તમે જરૂરીયાત મુજબ ખરીદી શકો છો. બંને Paid પ્લાન્સમાં તમને Free કરતા ઘણા વધારાના Features મળશે.

  • Pro પ્લાનમાં તમે 200 GB સુધીની ફાઈલ મોકલી શકો છો અને Premium પ્લાનમાં અનલિમિટેડ એટલે કે કોઈ લિમિટ જ નથી.
  • Pro પ્લાનમાં તમને 1 TB નું સ્ટોરેજ પણ મળશે અને Premium પ્લાનમાં અનલિમિટેડ સ્ટોરેજ મળશે.
  • જો તમે ઓનલાઇન કોઈ Client સાથે પ્રોજેક્ટ પર કામ કરો છો તો Pro પ્લાનમાં તમારા કામને Organize કરવા માટે 1 Portal પણ મળશે અને Premium પ્લાનમાં અનલિમિટેડ પોર્ટલ્સ મળશે.
  • આ બંને પ્લાન્સમાં તમારા દરેક Clients માટે Portal માં Logo મૂકી શકશો.
  • બંને પ્લાન્સમાં તમને Personalized WeTransfer emails મળશે.
  • બંને પ્લાન્સમાં તમે મોકલેલ File કે Folder ના ડાઉનલોડ માટેની Expiry Date પણ સેટ કરી શકશો.
  • બંને Paid પ્લાન્સમાં તમે Password-protection સાથે ટ્રાન્સફર કરી શકશો.

આશા રાખીએ છીએ કે અહીં આપેલી દરેક માહિતી તમને ઉપયોગી થશે. WeTransfer ની વેબસાઈટ આપની રાહ જુએ છે અને તેની iOS App પણ ઉપલબ્ધ છે.

FAQs

WeTransfer થી કોઈ ફાઈલ કે ફોલ્ડર મોકલવા માટે એકાઉન્ટ હોવું જરૂરી છે?

WeTransfer થી કોઈ ફાઈલ કે ફોલ્ડર મોકલવા માટે એકાઉન્ટ હોવું બિલકુલ જરૂરી નથી.

WeTransfer થી Receive કરેલ કોઈ ફાઈલ કે ફોલ્ડર ડાઉનલોડ કરવા માટે એકાઉન્ટ હોવું જરૂરી છે?

WeTransfer થી Receive કરેલ કોઈ ફાઈલ કે ફોલ્ડર ડાઉનલોડ કરવા માટે એકાઉન્ટ હોવું બિલકુલ જરૂરી નથી.

WeTransfer થી કેટલા GB સુધીની ફાઈલ Free માં મોકલી શકાય?

WeTransfer થી 2 GB સુધીની ફાઈલ Free માં મોકલી શકાય.

WeTransfer ના Pro પ્લાનમાં કેટલા GB સુધીની ફાઈલ મોકલી શકાય?

WeTransfer ના Pro પ્લાનમાં 200 GB સુધીની ફાઈલ મોકલી શકાય.

WeTransfer ના Premium પ્લાનમાં કેટલા GB સુધીની ફાઈલ મોકલી શકાય?

WeTransfer ના Premium પ્લાનમાં ફાઈલ મોકલવા માટે કોઈ લિમિટ જ નથી એટલે કે અનલિમિટેડ મોકલી શકાય.

error: Content is protected, Please Bookmark This Page !!