જો તમારી પાસે Android ફોન છે, તો Settings માં જઈને Digital Wellbeing ને Open કરો અને જુઓ કે તમે આજે મોબાઈલને કેટલો સમય આપ્યો છે.
અહીં આખા મહિનાનો ડેટા જોઈને તમે જાણી શકો છો કે તમને ફોનની લત લાગી ગઈ છે કે હજુ થોડો સમય બાકી છે.
તમારા ફોનમાં જે પણ Apps ફક્ત ટાઈમપાસ માટે રાખવામાં આવી છે, તમે તેને તાત્કાલિક દૂર કરીને તમારા પરિવારને તેટલો સમય આપી શકો છો.
બધી એપ્સ કે જેમાં Infinite Scroll છે તે તમારો સમય તમારી પાસેથી છીનવી રહી છે, તે બધાને Uninstall કરો.
અઠવાડિયામાં એક દિવસ તમારો મોબાઈલ સ્વીચ ઓફ કરો અને બહારની સુંદર દુનિયાનો આનંદ માણો.
તમારા મોબાઈલના તમામ નોટિફિકેશન બંધ કરો અને જ્યારે જરૂર પડે ત્યારે જ તેને જોવાની આદત બનાવો.
કોઈ એપને વારંવાર જોઈને અપડેટ રહેવાની જરૂર નથી. જો કોઈ ખાસ સમાચાર હશે તો તે આપમેળે જ તમારી પાસે આવી જશે.