જો તમે WeTransfer થી કોઈ ફાઈલ Receive કરો છો તો તેને Download કરવા માટે આ વેબસાઈટમાં તમારું એકાઉન્ટ હોવું બિલકુલ જરૂરી નથી.
Mail માં આપેલ Download Link પર જશો એટલે તરત જ તમને WeTransfer ની વેબસાઈટમાં લઈ જવાશે.
ખાતરી કરી લીધા પછી કોઈ એક ફાઈલ અથવા બધી જ ફાઈલો એકસાથે Download કરી શકો છો.
File કે Folder ને મેળવનાર વ્યક્તિ વધુ માં વધુ 7 દિવસમાં Download કરી શકે છે.
ફાઈલ મોકલનાર જો Free User હોઈ તો 2 GB સુધીની ફાઈલ જ મોકલી શકે છે. પરંતુ આ લિમિટ ફાઈલ મેળવનાર માટે નથી.
ફાઈલ મેળવનાર 200 GB ની ફાઈલ હોય તો પણ એકાઉન્ટ વગર જ તેને ડાઉનલોડ કરી શકે છે.