તમારા મગજ પર થઈ રહેલ સોશિયલ મીડિયાનો કબજો
તમે તમારા મોબાઈલ પર કોઈ Notification જોયા વગર કેટલો સમય રહી શકો છો?
મોટાભાગના લોકો ભાગ્યે જ 15 મિનિટથી વધુ સમય માટે તેમના મોબાઇલને અનલોક કર્યા વિના રહેતા હશે.
જો તમારા કોઈ સંબંધીને ઈમરજન્સી હોય, તો શું તેઓ તમને મેસેજ કરશે કે સીધો ફોન કરશે?
કેટલીકવાર તમારે તમારા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામના Likes પણ જોવા પડે છે.
જો તમે YouTuber છો, તો તમારે Views પણ જોવાના હોય છે.
શું આ એટલું મહત્વનું કામ છે કે હવે આદત બની ગઈ છે?
જે કામ માટે ફોન અનલોક કરેલ હોય તે કામ ભૂલીને, તમે બીજું કે ત્રીજું કામ પૂરું કરીને સ્ક્રીનની બહાર આવો છો.
હવે કહો કે તમે મોબાઈલ ચલાવો છો કે તે તમને ચલાવે છે?
કારણ કે તમારી બધી એપ્લીકેશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી કરીને તમે તેને મહત્તમ સમય આપી શકો.
વધુ જાણકારી